વલસાડ : મનોરંજનથી ‘બેટી બચાવો બેટી પઢાવો’નો સંદેશ વહેતો કરાવામાં આવ્યો

વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન અંતર્ગત જિલ્લામાં દીકરા કરતાં દીકરીનું પ્રમાણ ઓછું છે તેવા ૫૦ જેટલા ગામોમાં નાટકના માધ્યામ થકી જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. નાટકો દ્વારા જાતિની પસંદગી માટે કરાવવામાં આવતા ગર્ભપાતની મનોવૃત્તિ પ્રત્યે લોકો સંવેદનશીલ બને તે માટે “બેટી બચાવો બેટી પઢાવો” થીમ આધારિત નાટક દ્વારા સંદેશો પૂરો પાડવામાં આવી રહ્યો છે.


પારડી તાલુકાના વરઇ ગામમાં અરિહંત આર્ટ કોમ્યુનીકેશન ગૃપ દ્વારા – ‘સુખનો સુરજ ઉગશે ભાઇ સુખનો સુરજ ઉગશે’ નાટક દ્વારા રમુજ સાથે ગંભીર વિષયો ઉપર સંદેશ આપવામાં આવ્યો હતો. નાટક દ્વારા સગર્ભા માતાના ભોજન, દિકરા-દિકરીના ભેદ, ૧૮૧ મહિલા હેલ્પહલાઇન,સ્ત્રીભૃણ હત્યાના અપરાધ,સ્ત્રી ભૃણ હત્યાા કરનારની સામે થતી કાયદાકીય જોગવાઇ વિશે ગામના લોકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી