વણકર સમાજની પહેલ, શિક્ષણ પ્રત્યે બાળકોને કરશે પ્રોત્સાહિત

એકવીસ ગામ વણકર સમાજ દ્વારા સમાજની જનરલ મિટિંગ મિરોલી મુકામે મળી હતી. આ સમાજ ઘણા વર્ષો થી સમાજના ચમકતા તારલાઓ માટે કામ કરી રહ્યું છે. ધોરણ 10 અને ધોરણ 12 માં સારા ક્રમે પાસ થનાર વિધાર્થીઓ માટે છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે અને તેમને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્ય થી વણકર સમાજ ધોરણ 10 અને ધોરણ 12 ના વિધાર્થીઓનું સમ્માન પણ કરે છે. એકવીસ ગામ વણકર સમાજના મંત્રી ઈશ્વરભાઈ મકવાણા તરીકે સમાજની કામગીરી ની ભુમિકા નિભાવી રહ્યા છે.

મકવાણા ઈશ્વરભાઈ વણકર સમાજ માટે સમાજ ને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે. ઈશ્વરભાઈ મકવાણા ભાઈએસમાજના આગેવાનોએ બિન હરીફ તરીકે ચુંટાવીને લાવ્યા છે. એકવીસ ગામ વણકર સમાજ ધોરણ 10 અને ધોરણ 12 માં ફેલ થયેલ વિધાર્થીઓ માટે પણ મફત માં ક્લાસિસ આપી તેને માર્ગદર્શન પુરુ પાડ્યો છે. વણકર સમાજના પ્રમુખ રેવાભાઈ, ઉપ પ્રમુખ બળદેવભાઈ પરમાર, ખજાનસિહ નટ્ટુ ભાઈ, અને સંગઠન મંત્રી ખોડાભાઈ પ્રમુખે ટેકો આપી મકવાણા ઈશ્વરભાઈને બિન હરીફ જાહેર કર્યા હતા.

એકવીસ ગામ વણકર સમાજ અત્યાર સુધી 3000 જેટલા વિધાર્થીઓને શિક્ષા પુરી પાડી ચુક્યો છે. અત્યારે સમાજની જનરલ મિટિંગમાં શિક્ષા માટે ચર્ચાઓ કરવામાં આવી પરંતુ હવે આવનારી મિટિંગ માં એકવીસ ગામ વણકર સમાજ વિધવા મહિલાઓ માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. એકવીસ ગામ વણકર સમાજ ની વાતો હવે ગાંઘીનગર સુધી ઈસ્થાપિત થવા જઈ લાગી છે. હવે આવનારા દિવસો માં વણકર સમાજ સરકાર ને પણ વણકર સમાજ માટે મદદ મળે તેવી ગુહાર લગાવશે.

 111 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી