મુજે તો અપનો ને લૂટા ગેરો મેં કહા દમ થા

વાપીના છરવાળા સરપંચ ઉમેદવારને ચૂંટણીમાં મળ્યો માત્ર 1 જ મત

12 સભ્યોના પરિવાર ધરાવતા ઉમેદવારને પત્નીનો પણ ના મળ્યો સાથ

ગુજરાતમાં 8686 ગ્રામ પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેની આજે મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે 1500 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે અનેક જગ્યાઓએ સરપંચ વિજેતા બનતા જ ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવારને ઘરમાં 12 સદસ્ય હોવા છતા માત્ર 1 જ મત મળ્યો છે એટલું જ નહીં પોતાની પત્નીનો પણ મત મળ્યો નથી.

વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર છરવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

છરવાળા ગ્રામ પંચાયત ના વોર્ડ નંબર 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી કરી હતી. સંતોષભાઈના પરિવારમાં 12 મતદારો છે. તેમ છતાં તેમણે મતપેટીમાંથી નીકળેલા મતમાં માત્ર એક જ મળ્યો છે. આમ પોતાના એક મત મળતાં તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. ત્યારે જો રાજ્યમાં સરેરાશ જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 74.70 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 75.1 ટકા મતદાન છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા જયારે કચ્છમાં 73.98 ટકા મતદાન જ્યારે મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો અને 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ છે.જ્યારે 1167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

 99 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી