વારાણસી : ભાજપના પૂર્વ ધારાસભ્યની છેડતીના આરોપમાં જાહેરમાં ધોલાઇ, કાન પકડીને માફી માગી

પૌત્રીની ઉંમરની વિદ્યાર્થીનીની સાથે કરી અશ્લીલ હરકત

ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય માયાશંકર પાઠકે પૌત્રીની ઉંમરની એક વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતત કરીને છેડતી હતી. પૂર્વ ધારાસભ્યની આ હરકત બાદ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જાહેરમાં માર પડ્યા પછી માયાશંકર પાઠકે માફી માગી હતી. માયા શંકર સામે વિદ્યાર્થિનીએ છેડતીનો આક્ષેપ કરતાં લોકોમાં ગુસ્સો ફાટી નિકળ્યો હતો.

વિગત મુજબ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં લોકો ભાજપના આ પૂર્વ નેતાને ફટકારી રહ્યા છે. જ્યારે માયાશંકર પાઠક નામના આ વૃ્દ્ધ કાન પકડી માફી માગી રહ્યા છે. વાસ્તવમાં માયાશંકર પાઠક 1991મા વારાણસીના ચિરઇગામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યા ચૂંટાયા હતા. પાછળથી તેઓ ભગતુઆ ગામમાં એમપી ઇન્સ્ટીટ્યૂટ એન્ડ કમ્પ્યૂટર કોલેજ ચલાવી રહ્યા હતા

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોલેજના ચેરમેન માયાશંકર પાઠકે પોતાની ઓફિસમાં એક વિદ્યાર્થીનીને બોલાવી છેડતી કરી હતી. જે અંગે વિદ્યાર્થીનીએ ઘરે જઇ માતા-પિતાને જાણ કરી હતી. પીડિતા વિદ્યાર્થીના આરોપેથી ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ કોલેજ પર હલ્લો કરી નાંખ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ માયાશંકર પાઠકને પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને તેનો વીડિયો પર બનાવી લીધો હતો. ધોલાઇ દરમિયાન માયા પાઠક વારંવાર કાન પકડી પોતાની ભૂલ અંગે માફી માગી રહ્યા હતા.

પરિવારજનોએ પહેલા કોલેજમાં માયાશંકરની ધોલાઇ કરી પછી બહાર મેદાનમાં ખુરસી પર બેસાડી તેમને મારતા રહ્યા હતા બંને પક્ષોમાંથી કોઇએ આ ઘટના અંગે ફરિયા કરી નથી. પરંતુ વીડિયો ઝડપથી વાયરલ થતા અને મામલો હાઇપ્રોફાઇલ હોવાથી પોલીસે જાતે નોંધ લઇ તપાસ શરૂ કરી છે.

 62 ,  1