મંદિર પર એકસાથે બે ધજા-જય દ્વારકાધીશ

વાયુ નામનું વાવાઝોડુ સમગ્ર ગુજરાતના દરિયાઇ કાંઠાને અસર કરનારૂ હતું. ત્યારે દ્વારકાનો દરિયો પણ ગાંડોતૂર થયો હતો. આશરે પાંચ મીટર ઉંચા મોજા ઉછળ્યાં હતા. અત્યારે ભલે વાયુ વાવાઝોડું ગુજરાતના કાંઠેથી ઓમાન તરફ ફંટાયુ હોય પણ તેની અસર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 10 કિલોમીટર સુધી જોવા મળી હતી. ૧૩ જુને વાવાઝોડાની અસરના લીધે દ્વારકા તટે 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધે દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી પવિત્ર બાવન ગજની ધજાને બદલવી અશક્ય બની હતી. જેના કારણે દ્વારકાના ઈતિહાસમાં પહેલી વખત મંદિર પર બીજી ધજા ચઢાવવામાં આવી હતી.

બાવન ગજની આ પવિત્ર ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. દ્વારકાધીશના ધામ પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી નિહાળી શકાય છે. આ ધજાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ છે. તેના કારણે પરંપરાને અતૂટ રાખવા માટે બીજી ધજાને પ્રથમ ધજાની નીચે ચઢાવવામાં આવી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહી હતી.

 દ્વારકાની પવિત્ર ગોમતી નદી બેકાંઠે થઈ હતી. અહીં ભીમ અગીયારસનો પવિત્ર તહેવાર હોય ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. તે દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો ગોમતીમાં સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવતા હોય છે. પરંતુ પ્રથમ વખત એવી ઘટના બની છે કે વાયુ વાવાઝોડાના હિસાબે તમામ તંત્ર સાબદુ થયું છે. અને તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહત્વનું છે કે રાજ્યમાં વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પગરણ થયા છે. ૧૩ જુને સવારે આઠ વાગે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 37 તાલુકાઓમાં 12 મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને 45 મી.મી. એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 108 તાલુકાઓ એવા છે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી