પ્રચંડ વાયુ સામે ટકરાશે ગુજરાત: અમદાવાદમાં સામાન્ય અમીછાંટણા

‘વાયુ’ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ ભારે પલટો આવશે જેની અસર આજથી જ શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લાના 23 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. અમુક જગ્યાએ ભારે પવન સાથે વૃક્ષો પડી જવાની પણ ઘટના બની છે. છ જિલ્લામાં વલસાડ, તાપી, નર્મદા, ડાંગ, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. 12 જુને સવારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 28 મિલીમીટર વરસાદ પડ્યો છે. તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ વાદળછાંયુ વાતાવરણ બની રહ્યું છે.

‘વાયુ’ના જોખમ વચ્ચે ગુજરાતમાં હાલ એનડીઆરએફની 36 ટીમ ખડેપગે છે. જેમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, સુરત, ભાવનગર, મોરબી, કચ્છ, જામનગર, દ્રારકા, રાજકોટ, ગાંધીનગર, વડોદરા મળીને કુલ 36 ટીમ ગુજરાતમા રહેશે. દીવમાં ત્રણ ટીમ રાખવામાં આવી છે, જેનું સંચાલન પણ ગુજરાતમાંથી કરવામાં આવશે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની તંત્ર તરફથી અપીલ કરવમાં આવી છે.

વાવાઝોડાની અસરથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી જારી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ૧૨ અને ૧૩ જુન દરમ્યાન સામાન્ય વરસાદ થવાની આગાહી જારી કરવામાં આવી છે. જોકે વાવાઝોડાના કારણે ગુજરાતની વરસાદી સિસ્ટમ ખોરવવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જો આવુ થાય તો ચોમાસામાં વિલંબ થઈ શકે છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી