ગુજરાતના સંભવિત ‘વાયુ’ વાવાઝોડાને લઈ છેલ્લા ત્રણ દિવસથી દરિયાઈ કાંઠે એક નંબર, બે નંબર, ત્રણ નંબરના સિગ્નલ લગાવવામાં આવી રહ્યા છે. હાલ અમરેલીના જાફરાબાદ અને ભાવનગરના ઘોઘા, 9 નંબર(ભયજનક)નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક દરિયાના પાણી ઘૂસી જતા 25 જેટલી નાની હોડી તાણાય છે. ખારવા સમાજના આગેવાનો દ્વારા નાની બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા ના દહેગામ રખિયાલ રોડ પર વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાયુ વાવાઝોડું હાલ મુંબઈના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમથી 290 કિમી દૂર છે. તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને 13 જૂનના રોજ પોરબંદર અને દીવ, વેરાવળના કાંઠે 155થી 170 કિમીની ઝડપે ટકરાશે.
26 , 1