વાયુનું જોખમ : વહીવટી તંત્ર બન્યું સાબદું

13મીએ વહેલી સવારે પોરબંદરના કાંઠે વાવાઝોડું ત્રાટકશે ત્યારે 120થી 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનને કારણે તોતિંગ વૃક્ષો ઉખડી પડતા હોય છે. પવનને કારણે વૃક્ષો ઉખડી ન જાય તે માટે જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ શરૂ કરી દેવાયું છે.તેને ધ્યાનમાં રાખીને સુરતના ડુમસ અને ગણેશ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે બીચ બંધ કરવામાં આવ્યા છે.બંને બીચ આગામી તા. 15 સુધી બંધ રહેશે.

રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી 13મી જૂનના રોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરફથી શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ વાવાઝોડાના સંકટને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે, તેમજ લોકોનાં સ્થળાંતર સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

વાવાઝોડાના જોખમને પગલે મોરબીમાં 5900 લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. છેવાડાના 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, વાયુ વાવાઝોડાને કારણે રાજ્યભરમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી વાયુ વાવાઝોડા પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, ૧૨ જુને કેબિનેટ બેઠકનો મુદ્દો વાવાઝોડું હશે. વાવાઝોડાને પગલે રાજ્યમાં એનડીઆરએફની ટીમે બોલાવી લેવામાં આવી છે. તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. માછીમારીને દરિયામાં નહીં જવા અને જે માછીમારો ગયા હોય તેને પરત બોલાવી લેવામાં આવ્યા છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર તૈયાર છે.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર