ગુજરાત પર ‘વાયુ’નો ખતરો ટળી શકવાની સંભાવના

વાયુ વાવાઝોડાનો ગુજરાત પરથી ખતરો ટળી શકવાની સંભાવના વર્તાઈ રહી છે, હવામાન એજન્સી સ્કાયમેટે દાવો કર્યો છે કે ‘વાયુ’ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય. આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. હાલ જે કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે.

લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતે પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર  થઇને ઓમાન તરફ જાય તેવું અનુમાન લગાવાય રહ્યું છે.

૧૨ જુનની મધરાતેથી ‘વાયુ’ વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે પરંતુ ઝડપમાં વધારો થયો છે. બપોર બાદ સરકાર ગુજરાતના વાતાવરણને લઈને ફરી જાહેરાત કરી શકે છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જેથી ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ પડશે અને આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો રહેશે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી