‘વાયુ’ વાવાઝોડું: સુરતમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની આગાહી, NDRF તૈનાત

વાયુ વાવાઝોડાને પગલે બુધવારે શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. શહેરમાં સવારથી જ કાળાડિંબાંગ વાદળો છવાતાં ભારે ઉકળાટ અને બફારાની લોકો પરેશાન થયા હતા. દરમિયાન અચાનક બપોરે શહેરમાં વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

સંભવિત વાયુ વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને ગુરૂવારે સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ૫૦ કીમીની ઝડપે પવન ફુંકાવા સાથે વરસાદ પડવાની આગાહી છે. સુરતમાં એડીઆરએફ સહિતના ૧૭૯ જવાનો ટુકડી તહેનાત કરવામાં આવી છે. કાંઠા વિસ્તારમાં આવતા ૩૧ ગામોને એલર્ટ કરાયા છે.

દરિયામાં ઉંચા મોજાં ઉછળી રહ્યા હોઇ ડુમસ તથા સુંવાલીના દરિયાકિનારે લોકોના જવા પર 14 જૂન સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાનું કલેક્ટર ધવલ પટેલે કહ્યું હતું. જે પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને તમામ પ્રકારની તકેદારી રાખવા માટે એકશન લઇ લીધા છે તેમજ NDRF તૈનાત કરાય છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી