વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ કરી મોકૂફ

ઓનલાઈન અને ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી ફરી એકવાર ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. અત્યારે રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે, ત્યારે તંત્ર હરકતમાં આવી ગયું છે અને કોરોનાના કેસો ઘટાડવા માટે પગલા ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે સુરતતમાં કોરોનાના પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.  તમામ પરીક્ષાઓ મોકૂફ કરાઈ છે. ઓનલાઈન અને ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. 

એટલું જ નહીં, MBAની પરીક્ષા અધવચ્ચે જ સ્થગિત કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિને જોઈ આવનારા દિવસોમાં પરીક્ષાનું નવું શિડયુલ જાહેર કરવામાં આવશે.

 13 ,  1