ઓછા વરસાદના કારણે શાકભાજીનાં ભાવમાં ધરખમ વધારો

ચોમાસાની સિઝન હોવા છતાં વાતાવરણમાં હજી પણ ઉનાળો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. વરસાદ ઓછો થવાની અસર શાકભાજીના ભાવો પર પડી છે.
રાજ્યમાં શાકભાજીના ભાવમાં અધધ વધારો થયો છે. ધાણાં, આદું, મરચા, લસણના ભાવ ખૂબ જ વધ્યા છે. ફ્લાવર, કોબીજ, પાલક, મેથી, ડુંગરી, પરવળના ભાવમાં બમણો વધારો થયો છે. શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજમાં વધારો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની સીઝનની શાકભાજીનો ફાલ પુર્ણ થઇ ગયો છે.

બીજી તરફ વરસાદ ન વરસવાના કારણે ચોમાસુ શાકભાજીની વિધિવત આવક શરૂ થઇ નથી. તેથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો અને ભાવ વધતાં ગ્રાહકોમાં ઘટાડો નોંધાયો છે. ભાવ વધારો થવાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી