સુરતમાંથી વાહન ચોરનાર અમરેલી નજીક ઝડપાયો

અમરેલી નજીક લાઠી બાયપાસ ચોકડી પાસે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને પસાર થતાં ચતુરી ગામના શખ્સને પોલીસે અટકાવ્યો હતો. પોલીસ પૂછપરછમાં બાઈક ચોરાઉ હોવાનું ખૂલ્યું હતું. આ ઉપરાંત્ આ શખ્સે સુરતમાંથી બોલેરો પણ ચોરી કર્યાનું ખૂલતા પોલીસે તેની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. અમરેલી એસ.ઓ.જી.ટીમ અમરેલી નજીક આવેલ વિસ્તારના લાઠી બાયપાસ ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન  ખાંભા તાલુકાના ચતુરી ગમે રહેતા અને હીરા ઘસવાનુ કામ કરતા રામકુભાઇ ભાભલુભાઇ ઝાંઝડા નામનો શખ્સ બાઈક લઈને પસાર થતો હતો.

પોલીસે તેની શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે તેની પાસેથી વાહનના કાગળો માંગ્યા હતા પરંતુ તે આપી શક્યો ન હતો. અને આ વાહન ચોરાઉ હોવાનું કબલ્યું હતું. પોલીસે આકરી કાર્યવાહી કરતા ઝડપાયેલા રામકુએ સુરતના કામરેજ વિસ્તારમાંથી એક બોલેરો જીપ પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. 

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી