જયપાલ રેડ્ડીને યાદ કરીને રાજ્યસભામાં ભાવુક થયા ઉપરાષ્ટ્રપતિ, જાણો શું કહ્યું…

કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જયપાલ રેડ્ડીનું 77 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમણે હૈદરાબાદના એઆઇજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જયપાલ રેડ્ડી નિમોનિયાથી પીડિત હતા ત્યારબાદ તેમને કેટલાક દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રેડ્ડી ચાર વખત ધારાસભ્ય, ચાર વખત લોકસભાના સાંસદ અને બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા છે

જયપાલ રેડ્ડીને રાજ્યસભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ દરમિયાન સોમવારે સભાપતિ એમ વેંકૈયા નાયડુ પણ ભાવુક થઈ ગયા છે. ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ કહ્યું કે, જયપાલનું આ દુનિયા છોડીને જવું ઘણું જ દુઃખદ છે. તેઓ મારા મિત્ર, વરિષ્ઠ સહયોગી અને માર્ગદર્શક હતા. સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કુશળ પ્રશાસક તરીકે પણ વાગોળ્યા હતા.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી