બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર ફરી હોસ્પિટલમાં દાખલ

શ્વાસ લેવામાં તકલીફ પડતાં કુમાર ICUમાં, મહિનામાં બીજીવાર થયા એડમિટ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને પગલે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર, તેઓ ICUમાં છે તેમજતે તેમની તબિયત સ્થિર છે. અહીં ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. ડોક્ટર જલીલ પારકર 98 વર્ષીય એક્ટરનો ઈલાજ કરી રહ્યાં છે. આ પહેલાં પણ મેમાં દિલીપ કુમારને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમને 11 જૂનના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ગયા મહિને દિલીપ કુમાર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. રજા આપ્યા બાદ સાયરાબાનોએ કહ્યું હતું કે ભગવાનને પ્રાર્થના કરજો કે તેઓ સારા રહે. માર્ચ 2020થી લાગેલા લૉકડાઉનના સમયથી દિલીપ તથા સાયરા હોમ આઈસોલેશનમાં છે.

 53 ,  1