રજનીગંધા અને છોટી છોટી બાતેં ફેઈમ ફિલ્મ અભિનેત્રી વિદ્યા સિંહાનું નિધન

વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી વિદ્યા સિંહાનું મુંબઈની જુહુ ખાતેની હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત, પતિ પત્ની ઔર વો, રજનીગંધા, મુક્તિ, તુમ્હારે લિયે, ઈન્કાર, સ્વયંવર, મગરૂર સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું.

તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ કાવ્યાંજલિ, કૂબૂલ હૈં અને કુલ્ફી કુમાર બાજેવાલામાં પણ કામ કર્યું હતું.

વિદ્યાએ વર્ષ 2009માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના કારણે તેઓ ખુબ ચર્ચામાં આવી ગયા હતાં.

તેમણે તેમના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કેસ જીતી ગયા બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી