ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અભિનેતા અરવિંદ જોશીનું નિધન

બોલીવૂડ અભિનેતા શરમન જોશીના પિતા એવા દિગ્ગજ કલાકાર અરવિંદ જોશીનું અવસાન 

ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી અરવિંદ જોશીનું નિધન થયું છે. અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા શરમન જોશીના પિતા છે. આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે. દિગ્ગજ અભિનેતા અને ગુજરાતી રંગભૂમિના કલાકાર, નિર્માતા, દિગ્દર્શક અરવિંદ જોશીને કોણ નહીં ઓળખતું હોય. અરવિંદ જોશીનો ગુજરાતી સિનેમા અને રંગભૂમિમાં ખુબ મોટો ફાળો રહ્યો છે.

અરવિંદ જોશીનો અંતિમ સંસ્કાર મુંબઈ ખાતે કરાશે. આ દુખદ સમાચાર આવતાની સાથે જ ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી જવા પામી છે. લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

અરવિદં જોશીનો સમગ્ર પરિવાર અભિનય સાથે સંકળાયેલો હતો. તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. આમ તો એમની ઓળખાણ આ નથી છત્તા તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે.

અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ. જ્યારે 1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતુ.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર