September 28, 2020
September 28, 2020

નડિયાદના દિગ્ગજ નેતાએ લમણે ગોળી મારીને કરી લીધી આત્મહત્યા, મોતથી ખળભળાટ

નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ શાહે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગુતાલ સ્થિત તેમના ફાર્મ હાઉસ પર આત્મહત્યા કરી લીધી છે. જોકે, આત્મહત્યાનું કારણ અકબંધ છે. દિલીપભાઈ શાહ છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં હોવાની ચર્ચા ચાલી રહી હતી.

જાણવા મુજબ નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર એવા દિલીપ રમણિકલાલ શાહ(શેઠ) એ આત્મહત્યા કરી છે. દિલીપ ભાઈએ માથાના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી છે. ગુતાલ ખાતે આવેલ તેમના ફાર્મ હાઉસમાં તેમનો મૃતદેહ મળ્યો છે.

પૂર્વ પ્રમુખ દિલીપ રમણિકલાલ શાહની આત્મહત્યાની માહિતી મળતા જ નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, હાલ દિલીપ રમણિકલાલ શાહની આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. નડિયાદ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 139 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર