અટલ જયંતિ : PM મોદી, રાષ્ટ્રપતિ સહિત દિગ્ગ્જોએ વાજપેયીજીને કર્યું નમન

દિલ્હીના સદૈવ અટલ સ્મારક ખાતે પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ 

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસર પર સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત સરકારના અન્ય મોટો મંત્રી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય ધણા દિગ્ગજ નેતાઓએ શુક્રવારે સદેવ અટલ સ્મારક પર પહોંચ્યા હતા અને પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલી આપી. આ અવસર પર વાજપેયીના પરિવારના સભ્યો પર હાજર રહ્યા હતા. 

પુસ્તકનુંવિમોચન

આજે સુશાસન દિવસ નિમિતે પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત પુસ્તકનું વિમોચન કરશે. આ પુસ્તક અટલ બિહારી વાજપેયી ઇન પાર્લાયામેન્ટ- એ-કોમૈમોરેટિવ વાલ્યુમ પુસ્તકનું પ્રકાશન લોકસભા સચિવાલય દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં વાજપાયીના જીવન અને કાર્યોની જાણકારી સાથે લોકસભામાં કરેલા ભાષણોની છણાવટ પણ કરવામાં આવી છે. 

96મીજયંતિ

આ પુસ્તકમાં અટલબિહારી વાજપાયીના સાર્વજનિક જીવન સંબંધિત કેટલાક ફોટો ઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારત રત્ન અટલબિહારી વાજપાયીની 96મી જયંતિ ઉજવવા જઇ રહી છે. આ દિવસને સુશાસન દિન તરીકે પણ ઉજવવવામાં આવી રહ્યો છે. 

અટલ જયંતી પર ખેડૂતો વચ્ચે સરકાર

અટલ જયંતીના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 6 રાજ્યોના 9 કરોડ ખેડૂતો સાથે સંવાદ કરશે. પીએમ મોદી આજે કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. જેની કુલ રકમ 18 હજાર કરોડ રૂપિયા છે. આ દરમિયાન દેશના અલગ અલગ ભાગોમાં કેન્દ્રીય મંત્રી ખેડૂતો વચ્ચે રહેશે. અમિત શાહ મહેરોલી, રાજનાથ સિંહ દ્વારકા, નિર્માલ સીતારમણ રંજીત નગરમાં હજાર રહેશે. જ્યારે અન્ય મંત્રીઓ અલગ અલગ વિસ્તારોમાં રહેશે. 

 59 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર