ગુજરાત મુખ્યમંત્રીની મુંબઈ મુલાકાત પર ભડકી શિવસેના..

વાઈબ્રન્ટ ગુજરાત : ભાજપ પર ઉઠાવ્યા સવાલ…

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે બે દિવસીય મુંબઈ મુલાકાત દરમિયાન તેમણે ઉદ્યોગપતિઓની બેઠક બોલાવી હતી.એટલુ જ નહીં તેમણે બંગાળ આવવા આમંત્રણ આપ્યું હતુ જેના પગલે મહારાષ્ટ્ર ભાજપ તરફથી ટીકાઓ થઈ હતી. ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે કહ્યું હતું કે તે એક ષડયંત્ર હેઠળ મુંબઈ આવી છે અને શિવસેના આ ષડયંત્રમાં તેમનો સાથ આપી રહી છે. તેમજ ઉદ્યોગપતિઓને મળીને મહારાષ્ટ્રના ઉદ્યોગો અને રોજગારીને બંગાળમાં લઈ જવા માંગે છે. આ મુદ્દે આજે સાંસદ સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં તેમના લેખ દ્વારા જવાબ આપ્યો છે.

સંજય રાઉતે તેમના ‘સામના’માં લખેલા લેખમાં મહારાષ્ટ્ર ભાજપને પૂછ્યું છે કે, ‘ઉદ્યોગપતિઓને મળવા મુંબઈ આવવામાં ખોટું શું છે? મુંબઈ દેશની ઔદ્યોગિક અને આર્થિક રાજધાની છે. દેશની તિજોરીમાં એકલું મુંબઈ શહેર રૂ. 2.25 લાખ કરોડનું યોગદાન આપે છે. એ ભૂલી શકાય નહીં કે મુંબઈ દેશનું પેટ ભરે છે. મમતા બેનર્જીની મુંબઈ મુલાકાત પર ટિપ્પણી કરનાર ભાજપ નેતૃત્વ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુંબઈમાં થયેલા હલચલ સામે વાંધો ઉઠાવવા કેમ તૈયાર નથી?

ગુજરાતના સીએમ મુંબઈના ઉદ્યોગપતિઓને મળે તો બંગાળના સીએમને મળે તો કેટલું ખોટું?
સંજય રાઉતે પૂછ્યું, ‘મમતા બેનર્જી પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની અડધી કેબિનેટ સાથે મુંબઈ આવ્યા હતા. તેઓ મુંબઈના ઉદ્યોગપતિઓને ‘વાઈબ્રન્ટ ગુજરાત’ માટે ગુજરાતમાં આવવા આમંત્રણ આપવા આવ્યા હતા. ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે તેમને મુંબઈના ઉદ્યોગપતિઓની મદદની જરૂર છે. એટલે કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને અર્થતંત્ર મુંબઈ પર નિર્ભર છે. ગુજરાતના સીએમ પટેલ ઉદ્યોગપતિઓને મળવા મુંબઈ આવે તેમાં કોઈ વાંધો નથી, પણ બંગાળના સીએમ દીદી ઉદ્યોગપતિઓને મળે તો શું વાંધો છે?

શિવસેના સાંસદે આગળ લખ્યું છે કે, યોગી આદિત્યનાથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મુંબઈથી લખનઉ લઈ જવા આવ્યા હતા. તેના પર પણ ભાજપે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. મુંબઈના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રને રાતોરાત અમદાવાદ ખેંચી ગયા. ભાજપે પણ આ લૂંટ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તો પછી મમતા બેનર્જીની મુંબઈ મુલાકાતને લઈને હોબાળો શા માટે?

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી