વિકી-કેટ આજે પ્રભુતામાં પગલા પાડશે

રાજમહેલ સમાન રોયલ મંડપમાં હાથ ધરાશે લગ્નવિધી

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફ આજે લગ્નના બંધનમાં બંધાશે. બંને બપોરે સાત ફેરા લેશે. છેલ્લા બે વર્ષથી બંનેએ પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. આજે બંને રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ખાતે સાત ફેરા લેશે. કહેવામાં આવી રહ્યું છે કે વિકી અને કેટરીના બે રિવાજો અનુસાર લગ્ન કરશે. પંજાબી લગ્નની સાથે બંને વ્હાઈ વેડિંગ પણ કરશે.

પિંકવિલાના લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, વિકી-કેટરિનાના લગ્નની વિધિ બપોરથી શરૂ થશે. 3:30 થી 3:45 ની વચ્ચે બંને સાત ફેરા લેશે. મંડપ એવી રીતે બાંધવામાં આવ્યો છે કે તેનું મુખ મંદિર તરફ હોય.

વરરાજાની એન્ટ્રી વિન્ટેજ કાર દ્વારા કરવામાં આવશે
વિન્ટેજ કારમાં બેસીને વિકી જાનમાં આવશે. જાનૈયાનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવશે. ત્યારબાદ વિકી કૌશલ ઘોડી પર બેસશે. મંડપને શાહી શૈલીમાં શણગારવામાં આવ્યો છે.

15 ટન ફૂલો આવ્યા
લગ્ન માટે ગાઝીપુરથી 15 ટન ફૂલ મહેલમાં આવ્યા છે. ફોર્ટની અંદર મંડપને ડેકોરેટ કરવામાં આવી રહ્યો છે. પહેલાં પૂજા થશે. ત્યારબાદ મહેલની અંદર જાનની એન્ટ્રી થશે. તમામ જાનૈયા સાફા તથા શેરવાનીમાં રાજપૂત અંદાજમાં જોવા મળશે.

રોયલ મંડપમાં ફેરા ફરશે
14મી સદીના મહેલમાં કેટરીના તથા વિકીએ ખાસ મંડપ તૈયાર કરાવ્યો છે. આ મંડપ કાચનો બનેલો છે અને એની અંદર કેટ-વિકી ફેરા ફરશે. માનવામાં આવે છે કે હિંદુ વિધિ બાદ કેટ-વિકી ક્રિશ્ચિયન વિધિથી પણ લગ્ન કરશે.

છેલ્લા બે દિવસમાં મહેંદી અને હલ્દીની સેરેમની થઈ છે. આ દરમિયાન તમામ મહેમાનોએ ખૂબ એન્જોય કર્યું હતું. સમાચાર અનુસાર, કેટરિના કૈફની માતાએ વિકી કૌશલના માતા-પિતાને લંડન બોલાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને જાન્યુઆરી મહિનામાં લંડન જશે અને પરિવારને સારી રીતે જાણવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, વિકી કૌશલની માતાએ કેટરીનાનું પંજાબી પરિવારમાં સ્વાગત કર્યું છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી