વિકી-કેટના વેડિંગની જુઓ અતિસુંદર તસ્વીરો…
બોલિવૂડના એકટર વિક્કી કૌશલ કેટરીના કેફ આજે એટલે કે 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બધાઈ ગયા છે. શાહી લગ્ન બાદ વિક્કી કૌશલએ કૈટરીના કૈફ સાથે પોતાના લગ્નના પ્રથમ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વિક્કી અને કૈટરીના આજે એકબીજાના થઇ ગયા છે.

બંનેએ બરવાડાની સિક્સ સેન્સ હોટલમાં હિંદુ રીત રિવાજ મુજબ સાત ફેરા લીધા. કૈટરીના-વિક્કીએ એકબીજાને વરમાળા પહેરાવી. આ દરમિયાન કૈટરીનાએ લાલ રંગનો લેંગો પહેર્યો હતો. તો બીજી તરફ વિક્કી ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા.

વિક્કી કૌશલ સહેરો બાંધવાના રિવાજ બાદ સફેદ ઘોડી પર સવાર થયો. આ દરમિયાન જાનૈયાઓ બેન્ડના ધૂન પર ડાન્સ કર્યો.

વિક્કી અને કૈટરીનાએ પોતાના લગ્નમાં ખૂબ પ્રાઇવેસી રાખી હતી. તેમણે હોટલ્ને કાળા રંગના કપડાંથી કવર કરાવી દીધી હતી. ત્યાં લગ્ન બાદ આ કપલે હોટલને બહાર મીડિયાકર્મીઓ અને ગ્રામજનો માટે મિઠાઇ મોકલી.
105 , 1