વિક્કી કૌશલ બનશે ફિલ્ડ માર્શલ, પાકિસ્તાનને ધૂળ ચટાડશે

ડિરેક્ટર મેઘના ગુલઝાર સાથે ‘રાઝી’ ફિલ્મમાં વિકી કૌશલે કામ કર્યું હતું. ત્યારબાદ હવે ફરી એકવાર સાથે કામ કરવાના છે. તેઓ ફિલ્ડ માર્શલ સામ માણેકશાની બાયોપિકમાં સાથે કામ કરશે.

સામ માણેકશા ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો. સામ માણેકશાનો જન્મ 3 એપ્રિલ, 1914ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો.

આ ફિલ્મની જાહેરાત કરતાં વિકી કૌશલે લખ્યું કે, ‘મને જણાવતાં સન્માન અને ગર્વ થાય છે કે મને એક નીડર દેશભક્ત, ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશાની સ્ટોરી કહેવાનો મોકો મળી રહ્યો છે. આજે તેમની પુણ્યતિથિ પર તેમને યાદ કરીને આ નવી જર્નીની શરૂઆત કરી રહ્યો છું.’

માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું અને ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કોલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ 40 છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી