VIDEO: પૂરપાટ ઝડપે આવી રહેલી બેકાબૂ ઓડી કાર ઝુંપડીમાં ઘૂસી..

અકસ્માતમાં ત્રણ લોકોના મોત, 5 લોકો ઈજાગ્રસ્ત

રાજસ્થાનના જોધપુરમાં એમ્સની પાસે બાસની ઔદ્યોગિક ક્ષેત્રની ગલી-11 સામે મંગળવારે સવારે પુરપાટ ઝડપે આવી રહેલી ઓડી કાર રોડની સાઈડમાં રહેલી ઝુંપડપટ્ટીમાં ઘુસી ગયાની ઘટના સામે આવી છે. આ દરમિયાન અનેક વાહનો પણ આ કારની અડફેટે આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જયારે 5 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

બાસની અધિકારી પાના ચૌધરીના જણાવ્યા પ્રમાણે, ઓડી કાર એમ્સ તરફ જઈ રહી હતી. આ કાર એમ્સ પહેલા ઔદ્યોગિક ક્ષેત્રની ગલી-11 પાસે પહોંચી ત્યારે તેમાં અચાનક ધમાકો થયો અને કાર બેકાબૂ બની. બેકાબૂ બનેલી કારે 4-5 વાહનોને અડફેટે લીધા બાદ તે રોડની સાઈડમાં બનેલી ઝુંપડપટ્ટીઓમાં ઘુસી ગઈ.

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ ઈજાગ્રસ્તોને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન 3 લોકોએ દમ તોડ્યો, જ્યારે 5 લોકોને ઈજાઓ પહોંચી છે જેમની સારવાર હજી ચાલી રહી છે. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે.

આ અકસ્માતમાં કાર ચાલક પણ બેહોશ થઈ ગયો હતો. પોલીસે આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી તો સામે આવ્યું કે આ અકસ્માત દરમિયાન કારમાં પહેલા મોટો ધમાકો થયો હતો. જેથી કારના એન્જિનમાં બ્લાસ્ટ થયાની આશંકા સેવવામાં આવી રહી છે. જેના કારણે કાર બેકાબૂ બની અને અનેક વાહનો તેની અડફેટે આવ્યા તેમજ કાર ઝુંપડીમાં ઘુસી ગઈ.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી