Video : સિંહની પજવણી, પશુને બાંધી ગેરકાયદે સિંહ દર્શન

વન વિભાગે 12 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જૂનાગઢમાં ફરી એકવાર લાયન શોના નામે સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગેરકાયદે રીતે લાયન શો કરવા પશુને બાંધીને સિંહની પજવણી કરવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયો દેવળીયા રેન્જના ગુંદિયાળી રેવન્યુ વિસ્તારનો હોવાનું સામે આવતાં વનવિભાગે વીડિયોમાં દેખાતા 12 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તેમની ઓળખ મેળવી ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે વાત કરીએ તો. થોડા દિવસ પહેલા એક બળદને સિંહ સામે બાંધીદેવામાં આવ્યો ત્યારે સિંહ આ બળદનું મારણ કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો મામલે વન વિભાગે તપાસ હાથ ધરી. જેમાં વીડિયો ગીર જંગલની દેવળીયા રેન્જ હેઠળના ગુંદીયાળી રેવન્યુ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વન વિભાગે ગેરકાયદે લાયન શોને લઈ આ વાયરલ વીડિયોમાં દેખાતા 12 શખ્શો સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, ગીર જંગલમાં અને આસપાસના વાડી વિસ્તારમાં જીવતા પશુને સિંહ સામે બાંધી ગેરકાયદેસર લાયન શો ક૨વો એ ગુનો હોવા છતાં અમુક લોકો પૈસા કમાવવાની લાલચમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવી રહ્યા છે. વન વિભાગની વારંવારની કાર્યવાહી છતા આ સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી જેને લઈ સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી