VIDEO : ‘એક્શનથી ભરપૂર અને બોલ્ડનેસનો ખજાનો’…

ફેન્સને શિયાળામાં પણ આગ લગાડવા આવી રહી છે ‘Ladki’…

રામ ગોપાલ વર્માની તેમની કારકિર્દીની સૌથી મહત્વાકાંક્ષી અને મોંઘી ફિલ્મ ‘લડકીઃ એન્ટર ધ ગર્લ ડ્રેગન’ ભારત અને ચીનની વચ્ચે ગલવાન યુદ્ધ પછી ચીનમાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ હશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને અમિતાભ બચ્ચને ફિલ્મનું ટ્રેલર શેર કરતા રામ ગોપાલ વર્માના વખાણ કર્યા છે. લડકીનું ટ્રેલર, ઈન્ડો ચાઈનીઝ પ્રોડક્શન અને ભારતની પ્રથમ વાસ્તવિક માર્શલ આર્ટ ફિલ્મ… 10મી ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે.

અભિનેત્રી પૂજા ભાલેકર (Pooja Bhalekar) આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ખુબ ચર્ચામાં છે, અને આ અહેવાલ ઘણા હેડલાઈન્સ બનાવી રહ્યા છે.

ફિલ્મનું ટ્રેલર શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું, જેવી રીતે સરકાર ધ ગોડફાધરને મારી શ્રદ્ધાંજલિ હતી, તેમ પૂજા ભાલેકર અભિનીત ‘લડકી – એન્ટર ધ ગર્લ ડ્રેગન’ એ ઇતિહાસની સૌથી મોટી માર્શલ આર્ટ ફિલ્મ ‘એન્ટર ધ ડ્રેગન’ને મારી શ્રદ્ધાંજલિ છે.

તેમણે ફિલ્મનું ટાઈટલને બ્રૂસ લીની સુપરહિટ ફિલ્મ એન્ટર ધ ડ્રેગન (Enter The Dragon) ની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને તેને સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

ભારત અને ચીનની વચ્ચે ગલવાન યુદ્ધ પછી ચીનમાં રિલીઝ થનાર આ પહેલી ભારતીય ફિલ્મ હશે. ફિલ્મનું પુરું નામ રામ ગોપાલ વર્મા Pooja Bhalekar)એ લડકી- એન્ટર ધ ડ્રેગન રાખવામાં આવ્યું છે.

પૂજા ભાલેકર એક જાણીતી માર્શલ આર્ટિસ્ટ છે અને તે આ ફિલ્મમાં બોલ્ડનેસની સાથે સાથે જબરદસ્ત એક્શનનો તડકો લગાવતી જોવા મળી રહી છે. ફિલ્મનું પોસ્ટર આ વાતનું સ્પષ્ટ પુરાવો છે.

ફિલ્મના પોસ્ટરમાં પૂજા ભાલેકર ઘણી બોલ્ડ અવતારમાં નજરે પડી રહી છે. રામ ગોપાલ વર્માએ (Ram Gopal Varma) આ ફિલ્મને બ્રૂસ લી (Bruce Lee) પ્રત્યે શ્રદ્ધાંજલિ ગણાવી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી