Video: અભિનેત્રી જ્હાન્વી અને બહેન ખુશી કપૂરની વર્કઆઉટ દરમિયાન મસ્તી

સોશ્યલ મીડિયા પર તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થયો

બોલીવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર હંમેશા કોઇને કોઇ રીતે ચર્ચામાં રહ્યાં કરે છે. તાજેતરમાં જ તેને પોતાની બહેન ખુશી કપૂરની સાથે જીમમાં મસ્તી કરતીનો વિડિયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો અને આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ખુશી અને જ્હાન્વીની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે..

વીડિયોમાં જોઇ શકાય છે કે જ્હાન્વી એ રેડ અને પર્પલ કલરનુ વર્કઆઉટ વિયર પહેરેલુ છે, અને તે ખુશી કપૂરની ટાંગી ખેંચી રહી છે, જે જમીન પર સુતેલી છે. ખુશીએ ગ્રે કલરનો ટૉપ અને બ્લેક કલરની લેગિંગ પહેરેલી છે. જ્હાન્વી તેને જમીન પર પકડીને રાખવાનો પ્રયાસ કરી રહી છે. ખુશી હંસવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયોને એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરના ફેન્સ પોતાનુ જબરદસ્ત રિએક્શન્સ આપી રહ્યાં છે. વીડિયોમાં તેની ટ્રેનર નમ્રતા પુરોહિત પણ દેખાઇ રહી છે. વીડિયોને અત્યાર સુધી હજારો લોકો લાઇક કરી ચૂક્યા છે. તેનો આ વીડિયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર બન્ને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરીઓ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી 2018માં પોતાનુ ડેબ્યૂ કર્યુ હતુ. આ પછી તેને ગુંજન સેક્સેનાઃ ધ કારગિલ ગર્લ અને રુહી જેવી ફિલ્મો કરી કરી છે. જલ્દી તે હવે ફિલ્મ દોસ્તાના 2માં દેખાશે. ખુશી કપૂરે હજુ સુધી બૉલીવુડમાં ડેબ્યૂ નથી કર્યુ. તેને હંમેશા પોતાના બહેનની સાથે સ્પૉટ કરવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર પણ બન્ને ખુબ એક્ટિવ રહે છે.

 28 ,  2