September 26, 2020
September 26, 2020

સુરત : આરોપીઓ સિગરેટના કસ મારતા દેખાયા, પોલીસ અને હોસ્પિટલની કામગીરી પર ઉઠ્યા સવાલો

કોરોંના વોર્ડમાં કેદીઓની ‘જાહોજલાલી’, સિવિલ-પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેટલાક લોકો સીગારેટ પીતા વિડીયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.વીડિયોમાં કેટલાક યુવાનો હોસ્પિટલના એક વોર્ડમાં સિગારેટ પી રહ્યા છે. જોકે, સમગ્ર ઘટના અંગે હોસ્પિટલનું તંત્ર અજાણ હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે હોસ્પિટલની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

વીડિયોમાં સીગારેટ પીતા જોવા મળતા યુવકો તમામ આરોપીઓ છે. પોલીસ જાપ્તામાં તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવેલા આરોપીઓ સિગરેટના કસ મારતા અને મોબાઈલ ફોનમાં ગેમ રમતા વીડિયોમાં નજરે પડી રહ્યા છે. આ આરોપીઓ પૈકી એક આરોપીને હથકડી પણ બાંધવામાં આવેલી છે. આરોપીઓ બેડ પર અને ઉભા થઈ સિગરેટના કસ મારતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થતા સિવિલના સ્ટાફ અને પોલીસ સામે સવાલો ઉભા થયા છે.

સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં ગુનામાં અટકાયતમાં લેવામાં આવેલા આરોપીને કોરોના ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જો કે શંકાસ્પદ લક્ષણો જણાતા આરોપીઓને કોરોના વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓ બેડ પર સિગરેટના કસ મારતા નજરે પડ્યા હતા.

જોકે બીજી બાજુ આરોપી મોબાઈલ ફોનમાં લુડો ગેમ રમતા હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. ત્યારે આરોપીઓ પોલીસ જાપ્તામાં હોવા છતાં તેમની પાસે સિગારેટ અને મોબાઈલ ફોન ક્યાંથી આવ્યા તેને લઇને અનેક સવાલ ઊભા થવા પામ્યા છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર