સાબરકાંઠા: બી ડીવીઝન પોલીસ કોન્સ્ટેબલનો હપ્ત્તા ઉઘરાવતો વિડીયો પ્રકાશમાં આવ્યો

છેલ્લા કેટલાય દિવસથી સાબરકાંઠા જીલ્લામાં હિમતનગર બી ડીવીઝન પોલીસ મથક ના એક કોન્સ્ટેબલ નો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે હિમતનગર પોસ્ટ ઓફીસ વિસ્તારમાં રીક્ષા ચાલક પાસે થી હપ્તાની ઉઘરાણી કરતો દેખાઈ રહ્યો છે.

જીલ્લામાં ફરતા આ વિડીઓ જીલ્લા પોલીસ તંત્રની સરે આમ મજાક બનાવી ને મૂકી દીધી છે, અને ડીપાર્ટમેન્ટ લોકોના માનસ પટલ પર પોતાની જે સારી છબી મુકવાની કોશીસ કરી રહ્યું છે તેના સરેઆમ લીરા ઉડાવી દીધા છે.

આ કોન્સ્ટેબલનું નામ બુદ્ધીપ્રસાદ હોવાનું જાણવા મળી રહ્યું છે. અને હિમતનગર બી ડીવીઝન પોલીસ મથકે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. શું બુદ્ધિપ્રસાદની બુદ્ધિ એટલી બધી બુઠી થઈ ગી છે કે એક સામાન્ય રીક્ષા ચાલક પણ તેનો હપ્તા ઉઘરાવતો વિડીઓ વાયરલ કરી જાય. જે હોય તે… પણ હાલ તો જોવાનું રહ્યું કે સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા આ બુદ્ધિપ્રસાદ વિરુદ્ધ શું પગલા ભારે છે…!!!

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી