અમદાવાદ : ડી સ્ટાફના નામે રોકડી કરનાર હોમગાર્ડ જવાનનો વીડિયો વાયરલ, તપાસના આદેશ

જમાલપુર વિસ્તારમાં તવાફ્રાયની લારી પર હોમગાર્ડ જવાનની હપ્તા વસૂલી

અમદાવાદમાં હોમગાર્ડ જવાનનો એક વીડિયો વાયરલ થયો છે. હોમગાર્ડ જવાન રૂપિયા ઉઘરાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તે જમાલપુર અને ખમાસા વિસ્તારમાંથી રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ છે.

વિગત મુજબ, જમાલપુર વિસ્તારમાં તવાફ્રાયની લારી પર ખાખી વર્દીમાં પોલીસ ડી સ્ટાફના નામે પૈસા લેતો હોમગાર્ડનો વીડિયો સોશીયલ મિડીયા પર વહેતો થયો છે. જો કે આ વીડિયો જોયા પછી ગાયકવાડ હવેલી પોલીસે તપાસના આદેશ આપ્યા છે, તથા હોમગાર્ડના ઉચ્ચ અધિકારીએ પણ વીડિયોની યોગ્ય તપાસ બાદ કાર્યવાહી કરવાની જાણ કરી છે.

શહેરમાં પોલીસની તોડબાજીના ઘણા બંધા કિસ્સા સામે આવ્યા છે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈને પીઆઈ કક્ષાના અધિકારીઓ પોતાના વહિવટદાર રાખતા હોય છે. જો કે હવે તો પોલીસના નામે હોમગાર્ડ પણ તોડબાજી કરવા લાગ્યો હોવાના 3 વિડીયો સોશિયલમાં વહેતા થયા છે. જેમાં જમાલપુર વિસ્તારમાં તવાફ્રાયરની લારી પર એક ખાખી વર્દીમાં એક શખ્સ તવાફ્રાયની લારી ચલાવતા લોકો પાસે પૈસા લેતો હોવાના વિડીયો સોશિયલ મિડીયા પર વહેતા થયા છે.

એક જાગૃત નાગરીકે વીડિયો ઉતારીને ડી સ્ટાફના નામે પૈસા ઉઘરાવતા હોવાનો મેસેજ પણ વહેતો કર્યો છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસને જાણ થતા વીડિયોની તપાસના હાથધરી હતી. જેમાં ગાયકવાહ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે.બલોચે જણાવ્યું હતું કે, જે વીડિયો વહેતો થયો છે તેમાં હોમગાર્ડ જવાન છે અને આ બાબતે અમે વધુ તપાસ કરી રહ્યા છે, જ્યારે પશ્વિમ વિસ્તારના હોમગાર્ડ અધિકારી જબ્બારસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, આ વીડિયોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ પણ ગાયકવાડ હવેલીના ત્રણ પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા હતા

ચાર મહિના પહેલા પણ જમાલપુરમાં શાકભાજીના છુટક ધંધા કરતા વેપારી પાસેથી લાંચ લેવાની બાતમી એસીબીને મળી હતી, જેના પગલે એસીબીએ વોચ ગોઠવીને છુટક ધંધો કરતા વેપારીઓ પાસેથી લાંચ લેતા ગાયકવાહ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

 83 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર