‘ભાજપના કમળ પર બટન દબાવજો, આ લો રૂપિયા… ‘ વીડિયો વાયરલ, ચૂંટણી પંચે આપ્યા તપાસનાં આદેશ

સત્તાધારી પક્ષના કાર્યકરો મતદારોને પૈસા આપતા હોવાનો કોંગ્રેસનો સનસનીખેજ આક્ષેપ

વિધાનસભાની આઠ બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આજે 3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યુ છે. કોરોના ગાઈડલાઈન્સ સાથે યોજાઈ રહેલ આ ચૂંટણીમાં ચૂંટણીપંચે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. આ 8 બેઠકો પર 81 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવશે. ત્યારે આ વચ્ચે કરજણ બેઠકના ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. 

વીડિયોમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા માટે રૂપિયાની આપતા હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કર્યો છે, સાથે ભાજપા પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. નેટડાકિયા ન્યુઝ પોર્ટલ આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

વીડિયો વાયરલ થયા બાદ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વીડિયો મેં જોયો નથી. કોંગ્રેસની કરતૂત હોઇ શકે. કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી

કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં વોટના બદલે નોટનો વિવાદ ઉભો થયો છે. પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. રૂપિયા આપનાર અક્ષય પટેલને મત આપવા મતદારોને વાતકરી રહ્યા છે. 100 રૂપિયાની નોટ આપતા હોવાનું દેખાઈ રહ્યું છે.

કોંગ્રેસના કરજણના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણા અને કોંગ્રેસ અગ્રણી શૈલેશ અમીને ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આજે ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે. જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. આવા વોટ સામે રૂપિયા વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને ચૂંટણી પૂરી થાય નહીં, ત્યાં સુધી આવા રૂપિયા વહેંચનારાને પોલીસ ડીટેઇન કરીને રાખવા અમારી ફરિયાદ નોંધ કરવા કાર્યવાહી કરવી.

આ અંગેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે બાદ હવે ચૂંટણી પંચે આ વીડિયોનાં તપાસનાં આદેશ આપ્યા છે અને જિલ્લા કલેક્ટરે રિપોર્ટ માંગ્યો છે.

આજે રાજ્યની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. ધારી, લીંબડી, મોરબી, અબડાસા, કરજણ, ગઢડા, ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન છે. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. 8 બેઠકો પર 18 લાખ 75 હજાર મતદાતા મતદાન કરશે. 8 બેઠક પર 3024 જેટલા મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે 419 માઈક્રો ઓબ્ઝર્વર અધિકારી તૈનાત કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મતદાન પ્રક્રિયાના 900 મતદાન કેન્દ્રોથી લાઇવ વેબકાસ્ટ કરવામાં આવશે.

 176 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર