Video : અક્ષય કુમારની પૃથ્વીરાજ ચૌહાણની ફિલ્મનું ટીઝર રીલીઝ

દમદાર એક્શનથી છે ભરપૂર..

પૃથ્વીરાજ ચૌહાણ ફિલ્મનું ટ્રેલરનું તમામ લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે ફિલ્મનું ટ્રીઝર રીલિઝ થયું છે. ટ્રીઝરે રીલીઝ થયાની સાથે જ 1 લાખ વ્યૂ મેળવી લીધા છે. ટીઝરની શરૂઆત પૃથ્વીરાજ ચૌહાણના પરીચયથી થાય છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વીરાજ ચૌહાણ કેટલા બહાદુર હતા જેમની પાછળ 100 સેના, 100 જાગીરદાર વચન અને વતન માટે પોતાનું માથું ધડથી અલગ કરવા માટે તૈયાર હોય તે સમ્રાટ એટલે પૃથ્વીરાજ ચૌહાણ.

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર અને માનુષી ચિલ્લાર સ્ટારર ફિલ્મ પૃથ્વી રાજ ચૌહાણનું ટીઝર રીલીઝ થઈ ગયું છે. ફિલ્મ રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ પર આધારીત છે. જેમાં માનુષી સંયોગિતાની ભૂમિકા નિભાવશે.

અક્ષય કુમારે ફિલ્મનું ટિઝર શેર કરતા જણાવ્યું કે, તેમની વિરતા તથા તેમના જીવનને અમારી આ શ્રદ્ધાંજલિ છે. હું તેમના વિશે જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને નવાઈ લાગી કે તેમણે આપણા દેશ તથા પોતાના મુલ્યો માટે જીવનની એક એક ક્ષણ કેવી રીતે વિતાવી.

વધુમાં અક્ષયે કહ્યું કે, કહેવાય છે કે તે સૌથી બહાદુર યૌદ્ધા અને સૌથી ઈમાનદાર રાજામાંથી એક છે. આપણે આશા રાખીએ દુનિયાભરના ભારતીયો આ પરાક્રમી બહાદુરને અમારી સલામ પસંદ કરે. અમે તેમના જીવનને યશાસંભવ પ્રામામિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે અને ફિલ્મમાં તેમની બહાદુરી તથા સાહસને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

જોકે આ ફિલ્મનું ટીઝર જોઈને ચાહકો નિરાશ થયા છે. ચાહકોએ અક્ષય કુમારના લુકને ફિલ્મ ‘હાઉસફુલ’ના બાલા સાથે સરખાવ્યો છે. ચાહકોને અક્ષય કુમારનો અવાજ પણ પસંદ આવ્યો નથી.

ફિલ્મ મેર્કસે 2019માં ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી. જોકે, કોરોના મહામારીના પહેલા કેટલાક ભાગોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ મહામારી વધતા લોકડાઉનને કારણે, મર્કસે તેને મુલતવી રાખવું પડ્યું. હવે ચાહકોની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી