VIDEO : ટ્રકે પેટ્રોલ ભરેલા ટેન્કરને ટક્કર મારતાં બ્લાસ્ટ થતા 91 લોકોનાં મોત, અનેકને ઈજા

સિએરા લિયોનમાં ફ્યુઅલ ટેન્ક ફાટ્યું, સમગ્ર દેશમાં હાહાકાર

આફ્રિકન દેશ સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં એક ફ્યુઅલ ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ થયો છે જેમાં આ અકસ્માતમાં 91 લોકોના મોત નિપજ્યા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, આશંકા છે કે હજુ મોતનો આંકડો વધી પણ શકે છે. આ ઘટના દેશની રાજધાની ફ્રીટાઉનમાં બની છે જેમા 40 ફૂટ ઉંચુ ઓઈલ ટેન્કર અન્ય વાહન સાથે અથડાતા ભયંકર બ્લાસ્ટ થયો હતો. ઘટનાથી આખા દેશમાં હાહાકાર મચી ગયો છે.

સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (NDMA)ના કોમ્યુનિકેશન ડાયરેક્ટર મોહમ્મદ લમરાને બાહે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.

તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓએ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ગંભીર રીતે ઘાયલોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અકસ્માતનાં કારણોની તપાસ ચાલી રહી છે.

સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર મોતનો આંકડો વધીને 91 થયો છે, જોકે હજુ પણ સ્પષ્ટ આંકડાની પુષ્ટિ થઈ શકી નથી. નોંધનીય છે કે અકસ્માત બાદ બ્લાસ્ટ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સુપરમાર્કેટની બહાર જ થયો હતો. આ શહેરમાં દસ લાખ લોકો વસવાટ કરે છે અને આ શહેર પર છેલ્લા ઘણા સમયથી એક બાદ એક આફતો આવી રહી છે.

સ્થાનિક મીડિયા દ્વારા આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ટેન્કરની આસપાસ લોકોના મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે. અહીંના મેયર વોન અકી-સોયરે, વીડિયો ફૂટેજ જોયા પછી આ ઘટનાને ભયાનક ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેટલું નુક્સાન થયું છે, તે હાલ કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે એવી અફવા છે કે 100 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર થયો નથી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી