આ છે વિશ્વનું સર્વશ્રેષ્ઠ શહેર…

તમને પૂછવામાં આવે કે દુનિયાના કયા શહેરમાં તમે રહેવાનું પસંદ કરશો, તો તમારો જવાબ શું હશે? કદાચ તમે કહી શકો લંડન, ન્યૂયોર્ક, સિડની… વગેરે વગેરે….પણ મર્સર નામની એક કંપનીએ રહેવા માટે દુનિયાનાં જે શ્રેષ્ઠ શહેરોની યાદી તૈયાર કરી છે, તેમાં કંઈક અલગ જ નામ સામે આવ્યાં છે.

મર્સરના જણાવ્યા પ્રમાણે દુનિયામાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર છે ઑસ્ટ્રિયાની રાજધાની વિયેના. આ શહેર સતત દસમાં વર્ષે લોકોની પસંદ બન્યું છે. ઑસ્ટ્રિયન શહેર વિયેના તેના કોફી શોપ તેમજ આર્કિટેક્ચર માટે પ્રખ્યાત છે. સર્વે મુજબ, ત્યાં જીવન જીવવું સસ્તું છે. સુંદર જગ્યાઓની સાથે ત્યાં ઘણી વસ્તુઓનો અનુભવ લઇ શકાય છે.

આપને જણાવી દઇએ, મર્સરે 261 શહેરોની સરખામણી કરી છે. જેમાં યુરોપનાં શહેરો ટોચ પર છે. સ્વિટ્ઝલેન્ડનું ઝ્યુરિક બીજા નંબરે છે. વાનકુવર, મ્યુનિક અને ઓકલેન્ડે સાથે મળીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જર્મન શહેરો ડસ્સલડોર્ફ અને ફ્રેન્કફર્ટ છઠ્ઠા તેમજ સાતમા સ્થાન પર છે. ડેન્માર્કનું કોપનહેગન આઠમાં નંબરે છે. જ્યારે સ્વિટ્ઝલેન્ડનું જિનિવા નવમાં તેમજ બેસલ દસમાં સ્થાને છે.

 39 ,  3