જેણે રેડ પાડી હતી તે NCB અધિકારી વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ શરૂ

આર્યન ખાન કેસમાં જબરો વળાંક

મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસ બાદ ચર્ચામાં આવેલા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓ હવે વધી રહી છે. હવે તેની સામે વિજિલન્સ વિભાગની તપાસ પણ શરૂ થઈ ગઈ છે. સમીર વાનખેડે પોતાના પદ પર યથાવત રહેશે કે નહીં તે અંગે સંકટના વાદળો ઘેરાયા છે., હવે તેના પર પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે સમીર વાનખેડે સામેના ભ્રષ્ટાચારના આરોપોની વિજિલન્સ તપાસ કરવામાં આવી રહી છે. શું સમીર આ પદ પર ચાલુ રહેશે? આ સવાલ પર જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે તેઓ આ પદ પર ચાલુ રહેશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આર્યન ડ્રગ્સકેસમાં સાક્ષી પ્રભાકર સેલે 25 કરોડની લાંચની વાત સાંભળી હોવાની વાત કહી હતી. સમીર વાનખેડેએ કોર્ટમાં બે એફિડેવિટ પણ ફાઇલ કરી છે. એક એફિડેવિટ NCBની છે અને બીજી એફિડેવિટ સમીર વાનખેડેએ કરી છે. આ એફેડિવિટમાં સમીર વાનખેડેએ કહ્યું હતું કે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે.

એનસીબીના ડીજી જ્ઞાનેશ્વર સિંહ મુજબ, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના પ્રાદેશિક નિયામક સમીર વાનખેડેની સામે સતર્કતા તપાસનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાન કેસમાં સાક્ષી પ્રભાકર સાઈલે એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયા વસુલ કરવાનો આરોપ લગાવ્યો છે. સમીર વાનખેડે પર લગાવવામાં આવેલા લાંચના આરોપ પર એનસીબી ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું, ડીડીજી એસડબ્લ્યુઆર પરથી એક રિપોર્ટ અમારા ડીજીને મળ્યો હતો. તેમણે વિજીલન્સ સેક્શનને એક તપાસ માટે પસંદ કરી છે. મુખ્ય સતર્કતા અધિકારી યોગ્ય રૂપથી તપાસ કરશે. તપાસ હજી શરૂ થઇ છે, કોઈ પણ અધિકારી પર ટીપ્પણી કરવાનો અધિકાર નથી.

આ દરમ્યાન કોર્ટમાં આ કેસ સાથે સંબંધિત બે સોગંદનામા દાખલ કરવામાં આવ્યાં છે. એક સોગંદનામુ એનસીબી તરફથી જ્યારે બીજુ વાનખેડે તરફથી દાખલ કરવામાં આવ્યું છે. એનસીબી દ્વારા એનડીપીએસ કોર્ટમાં દાખલ કરાયેલા જવાબી સોગંદનામામાં એજન્સીએ કહ્યું કે સાક્ષી ફરી ગયો છે. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ સમક્ષ હાજર થયેલા એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ જજને કહ્યું કે, તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે અને તેઓ તપાસ માટે તૈયાર છે. સમીર વાનખેડેએ પોતાના સોગંદનામામાં કોર્ટમાંથી તેમને ધમકી આપવાનો અને તપાસમાં અવરોધ ઉભી કરવાના પ્રયાસની તપાસ કરવાનો અનુરોધ કર્યો છે. જ્યારે એનસીબી તરફથી દાખલ કરાયેલા સોગંદનામામાં સાક્ષી ફરી ગયો અને તપાસમાં છેડછાડ કરવા માટે કેટલાંક લોકો દ્વારા પ્રયાસ કરતા હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી