માલ્યાને વધુ એક ઝટકો, 1 હજાર કરોડના UBL શેર વેચાઇ જશે

ભાગેડુ વિજય માલ્યાને વધુ એક ઝટકો લાગ્યો છે. PMLAએ કોર્ટે વિજય માલ્યાના 1,000 કરોડ રૂપિયાની વેલ્યુવાળા શેર વેચવાની મંજૂરી આપી દીધી છે. UBLમાં માલ્યાના શેર છે, જે કોર્ટ દ્વારા નિયુક્ત લિક્વિડેટર દ્વારા વેચવાના હતા. આનું વેચાણ રોકવા માટે વિજય માલ્યાએ અરજી કરી હતી. જો કે કોર્ટે માલ્યાને રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે, કોર્ટની પાસે આવા કોઇ પ્રસ્તાવિત વેચાણને રોકવાનો કોઈ અધિકાર નથી.

માર્ચ 2016 માં વિજય માલ્યા ભારત દેશમાંથી ફરાર થઈ ગયો હતો. BSEમાં UBLનો શેર આશરે 1387 રૂપિયાના ટ્રેડિંગ સાથે લગભગ ત્રણ ગણો વધ્યો છે. મંગળવારે આ શેર રૂપિયા 1347.90 ના સ્તરે બંધ રહ્યો હતો. અને આ કિંમતે 74,04,932 શેરના વેચાણથી લગભગ રૂપિયા 999 કરોડ મળશે. બીયર બનાવતી કંપની હેનિકેન યૂબીએલની સૌથી મોટી શેરહોલ્ડર છે.

હેનિકેન યૂબીએલમાં 44 ટકા હિસ્સો ધરાવે છે. બેંકોના લગભગ 9,000 કરોડ રૂપિયા લઇ ફરાર થયેલો વિજય માલ્યાની સંપત્તિના વેચાણનો આ પહેલો કેસ છે.

 42 ,  3