ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો ભાગેડુ વિજય માલ્યા, કહ્યું…

ભાગેડું વિજય માલ્યા રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે ઓવલ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. લંડનના ઓવસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાય રહેલી આ મેચ જોવા પહોંચેલા વિજય માલ્યાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, હું અહીં મેચ જોવા આવ્યો છું. બેંકો પાસેથી લોન લઇને દેવું નહી ચૂકવી શકવાને કારણે ભાગેડૂ જાહેર થયેલા વિજય માલ્યા લંડનમાં રહે છે.

માલ્યા ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમને મળવા પણ માગતો હતો, પરંતુ ત્યારે સરકારે તેની મંજૂરી આપી ન હતી. 2017માં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં માલ્યા ભારતની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો, ત્યારે પણ તેને હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચને વર્લ્ડ કપમાં સૌથી મોટા મુકાબલામાંથી એક માનવામાં આવે છે. બંને ટીમો આ વખતે ટાઇટલ માટે પ્રબળ દાવેદાર છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી