September 19, 2020
September 19, 2020

રાજ્યમાં હવે સરકાર ઉદ્યોગો માટે જમીન લીઝ પર આપશે

‘નવા ઉદ્યોગકારોને સરકારી જમીન લીઝ પર મળશે, બજાર કિંમતથી 6% ભાડુ ચુકવવાનું રહેશે’

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ઇન્ડસ્ટ્રીટલ પોલીસીની જાહેરાત કરી છે. હવે સરકાર ઉદ્યોગો માટે જમીન લીઝ પર આપશે. એટલું જ નહીં જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. 25 ટકા જગ્યા 40 ટકા કરવામાં આવશે, જેમાં 50 કરોડની ઓફર સીલીંગ રહેશે. આ ઉપરાંત નવા રોકાણકારોને લોન લેવામા પણ સરકાર મદદ કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરી છે. ગુજરાતની નવી પોલિસીમાં આત્મનિર્ભર ગુજરાત પર ભાર મૂકાયો છે. જેમાં આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણનું વિઝન સામેલ કરાયું છે. ઉદ્યોગનીતિ જાહેર કરવા માટે અમે ટાસ્ક સમિતિ બનાવી હતી. આ સમિતિએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 માટે સૂચન આપ્યા હતા. જેના બાદ નિર્ણયો લેવાયા છે. પોલિસીમાં રોજગારીની તકોનું સર્જન થાય તે માટે આપણે નોંધપાત્ર યોગદાન આપી શકીએ એ બાબતનું ખાસ ધ્યાન રખાયું છે. તેમજ 2015 ની જૂની પોલિસીના ઘણા ફિચર નવી પોલીસીમાં યથાવત રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત જીએસટી બાદ કેટલાક વેપારીઓની મુશ્કેલી થતી હતી. જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી વેચાણ ઉપર ટેક્સ લેવામાં આવતો હતો તેનાથી મુશ્કેલી થતી હતી તેમાં સુધારો કરવાનો અને સરળ કરવાનો નિર્ણય નવી પોલિસીમાં લેવામાં આવ્યો છે. ગુજરાત સાહસ કર્યું છે. જેટલું મૂડીરોકાણ આવે એના 12 ટકા રકમ તેને પરત કરવામાં આવશે. 12 ટકાના સીલીંગ સાથે તેમને પાછો આપવામાં આવશે. નવી પોલિસીમાં નિર્ણય લેવાયો કે, જેટલુ ઈન્વેસ્ટમેન્ટ આવે તેના 12 ટકા જેટલી રકમ જ તેને પાછી અપાશે. જેથી વળતરની રકમ વધુ પારદર્શક બનાવાશે. 

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર