આખરે રાજકોટમાં વિજય રૂપાણી મુખ્યમંત્રીથી પૂર્વ મુખ્યમંત્રી થયા…

‘પૂર્વ CM વિજય રૂપાણી’ લખી વિવાદ ટાળ્યો…’

રાજકોટ ભાજપમાં અંદરોઅંદર વિખવાદ સર્જાયો છે. જે વિખવાદ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. ભાજપના કાર્યાલય ખાતે વિજય રૂપાણીના નામ આગળ મુખ્યમંત્રી વાળી તખ્તી મુકવામાં આવી હતી. જેને લઈને મીડિયામાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો તો તે તક્તીમાં બાદમાં બદલાવ કરવામાં આવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીની તક્તીમાં આગળ હવે પૂર્વ લગાવી દેવામાં આવ્યું છે. પહેલા તેમની તક્તીમાં આગળ મુખ્યમંત્રી વિજયરૂપાણી લખાયેલું હતું જોકે હવે તેમની તક્તી પાસે પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યું છે.

રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ તેની રાજકીય અસર રાજકોટમાં સૌથી વધુ જોવા મળી રહી છે.રાજકોટ શહેર ભાજપનું સૌથી શિસ્તબધ્ધ ગણાતું સંગઠન આજે બે જૂથોના મતભેદમાં ફેરવાઈ ગયું છે. મુખ્યમંત્રીપદેથી રાજીનામા બાદ વિજય રૂપાણીના રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની આક્રમક સક્રિતા અને ધીમે ધીમે તેણે એક અલગ જ ધરી ઊભી કરી હોય તેમ બહું જલ્દી શહેર ભાજપમાં બે જૂથો રીતસર દેખાવા માંડ્યા છે. જેની અસર રાજકોટ ભાજપના કાર્યાલયમાં જોવા મળી હતી.હાલ રાજકોટ ભાજપ કાર્યાલયમાં MP રામ મોકરિયાને ચેમ્બર ફાળવવામાં આવી છે.

આ વિવાદ થયા બાદ હાલ પક્ષના કાર્યાલયમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણીની ચેમ્બર MP રામભાઈ મોકરિયાને ફાળવવામાં આવી છે. સાથોસાથ તેમના નામનું લેટર બોક્સ પણ કાર્યાલયની બહાર લગાડવામાં આવ્યું છે. 9 મહિનો પહેલા રામ મોકરીયા સાંસદ બન્યા બાદ આજે તેમને પક્ષના કાર્યાલયમાં ચેમ્બર ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિવાદ તથા સાંસદ મોકરિયાને જે સવલતો મળી રહી છે. તે સાંસદ મોહન કુંડારીયાને હજુ ફાળવવામાં નથી આવી. હજુ સુધી તેમને પક્ષ દ્વારા કાર્યાલયમાં ઓફીસ ફાળવવામાં નથી આવી. જયારે CM પરથી રાજીનામુ આપ્યા બાદ પણ રાજકોટ ભાજપ માટે હજુ રૂપાણી જ મુખ્યમંત્રી હોય તેમ ‘CM વિજય રૂપાણી’ના નામનું લેટર બોક્સ હજુ પણ યથાવત રાખવામાં આવ્યું હતું. પરંતુ મીડિયાના અહેવાલથી ભાજપ કાર્યાલય સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ‘પૂર્વ CM વિજય રૂપાણી’ લખી વિવાદ ટાળ્યો હતો

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી