September 19, 2021
September 19, 2021

વિજય રૂપાણીની રાજકીય સફર

મુખ્યમંત્રી પદેથી અચાનક આપ્યું રાજીનામું

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપતા રાજયના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ ઘણું બધુ શીખવા મળ્યું છે. તથા ગુજરાતનો વિકાસ પણ થયો છે. ભાજપ દ્વારા મારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો તે બદલ આભારી છું. આ સાથે જ તેમણે કહ્યું કે, 5 વર્ષમાં ગુજરાતના વિકાસમાં યોગદાન આપવાની જે તક મળી તે બદલ આભારી છું.

2 ઓગસ્ટ 1956માં બર્મામાં માયાબેન અને રમણિકલાલ રૂપાણીના ઘરે વિજય રૂપાણીનો જન્મ થયો હતો. વિજય રૂપાણીએ કાયદાનો અભ્યાસ કર્યો છે. જૈન-વાણિયા સમાજમાંથી આવેલા રૂપાણી રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ધારાસભ્ય છે. અગાઉ 2006 થી 2012 સુધી તેઓ રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યાં છે.

વર્ષ 1971માં જનસંઘ સાથે જોડાયેલા રૂપાણીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે સંકળાઈને વિદ્યાર્થી નેતા તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ શરૂઆતથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા રહ્યાં છે.

સ્વચ્છ છબી અને કામ કરવાની કુશળતાના કારણે વિજય રૂપાણી વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડબુકમાં રહ્યાં છે. 19 ફેબ્રુઆરી, 2016ના રોજ વિજય રૂપાણી ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા હતા. જ્યારે આનંદીબેન પટેલની સરકારમાં તેઓ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર તરીકેની જવાબદારી નીભાવી ચૂક્યાં છે.

વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા
હાલમાં પણ રાજકોટ પશ્ચિમ સીટનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
7 ઓગસ્ટ 2016એ ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘમાં પણ સક્રિય હતા
ભાજપની સ્થાપનાથી જ એટલે કે 1971થી પક્ષનાં કાર્યકર્તા છે
1976માં કટોકટી વખતે ભાવનગર, ભુજમાં જેલમાં રહી ચૂક્યા છે
1978થી 1981 સુધી RSSના પ્રચારક પણ હતા
1987માં રાજકોટ મનપાના સભ્ય તરીકે ચૂંટાયા
જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ રહી ચૂક્યા છે
1996થી 1997 સુધી રાજકોટ મનપાના મેયર તરીકે કાર્ય કર્યું
1998માં ગુજરાત ભાજપના વિભાગાધ્યક્ષ થયા
2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે
2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે

 158 ,  1