ભારતને વધુ એક ઝટકો, વિજય શંકર ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર

આઈસીસી વર્લ્ડ કપ-2019મા ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પહેલા ઈજાને કારણે ટીમમાંથી શિખર ધવન બહાર થયો હતો. તો ભુવનેશ્વર કુમાર ઈજાને કારણે રમી રહ્યો નથી. વિજય શંકરનું પ્રદર્શન આ વિશ્વકપમાં ખાસ રહ્યું નથી. રાઈટ હેન્ડ બેટ્સમેન મયંક સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમે છે.

વિજય શંકરને પ્રેક્ટિસ સેશન દરમિયાન પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. જો કે આ ઈજાને વધુ ગંભીર બતાવવામાં નહોતી આવી. જે બાદ તે અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટીમમાં સામેલ કરાયો હતો. જો કે તેને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રવિવારની મેચમાં સામેલ કરવામાં આવ્યો ન હતા.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી