September 25, 2020
September 25, 2020

કેશોદ : સી.આર પાટીલના કાર્યક્રમમાં જાહેરનામાનો ભંગ, કોંગ્રેસે કરી રજૂઆત

કોંગ્રેસે PIને લેખિતમાં રજૂઆત કરી જવાબદાર સામે પગલાં ભરવા કરી માંગ

તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું કેશોદમાં આગમન સમયે જુદા જુદા કાર્યક્રમોમાં થયેલ સોશિયલ ડિસ્ટન્સ સોશ્યલનો ભંગ બદલ જવાબદારો સામે પગલા લેવા તેમજ કાર્યક્રમ અંગે મંજુરી કોણે આપી તેનો ખૂલાસો કરવાની માંગણી સાથે PIને લેખિતમાં રજૂઆત કરી છે.

કેશોદ શહેરમાં બે દિવસ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કેશોદમાં આગમન થયું હતું તે સમયે વાહનોની લાંબી કતારોથી ટ્રાફીક જામના દશ્યો સર્જાયા હતા. ફટાકડા ફોડી પુષ્પ વર્ષા સાથે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોશ્યલ ડીસ્ટ્નટનો ભંગ થયો હતો. કોરોનાની મહામારીના માહોલમાં જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થયો હતો.

જે બદલ જવાબદારો સામે પગલાં ભરવા અને જાહેર કાર્યક્રમ અંગે કોણે મંજુરી આપી તે બાબતનો ખુલાસો કરવાની માંગણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ તાલુકા કોંગ્રેસ પ્રમુખ યૂથ કોંગ્રેસના પ્રમુખ સહીતની ઉપસ્થિતમાં પીઆઈને લેખિતમાં રજૂઆત કરી હતી.

ગોવિંદ હડિયા

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર