September 26, 2020
September 26, 2020

બેંગલુરુમાં ભડકી હિંસા, ધારાસભ્યના ઘરે હુમલો, 2 લોકોના મોત, 60 પોલીસ ઘાયલ

મોડી રાત્રે થયેલી આ હાલાકીમાં બે લોકોનાં મોત નીપજ્યાં, સાથે અનેક લોકો ઘાયલ થયા

કર્ણાટકાની રાજધાની બેંગલુરુમાં હિંસા ભડકી ઉઠી છે. કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના નજીકના સાથી દ્વારા લખેલી ફેસબુક પોસ્ટથી કેટલાક લોકો ઉશ્કેરાયા હતા. જે બાદ ટોળાએ ધારાસભ્યના ઘરે હુમલો કર્યો હતો, આ દરમિયાન આગ ચાંપી અને પથ્થરમારો થયો હતો. મોડી રાત્રે થયેલી આ હાલાકીમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, સાથે અનેક લોકો ઘાયલ થયા છે.

પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે બેંગલુરુમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે, જ્યારે હિંસા વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ, ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે ફાયરીંગ કર્યું હતું. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. પોલીસ અને લોકો સાથેના ઘર્ષણમાં 60 પોલીસ કર્મી ઘાયલ થયા છે.

મુખમંત્રીએ જણાવ્યું છે કે હુમલાની ઘટનાની તપાસ થવી જોઈએ. વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું તેમને અધિકારીઓ સાથે વાત કરી છે, કોઈએ પણ ડરવાની જરૂર નાતી. પોલીસ શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં લાગી ગઈ છે.

 123 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર