પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વાહનોની ભીષણ ટક્કર, ત્રણના મોત

સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ પાસે એક સાથે 6 વાહનો એકબીજા સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. જેમાં છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

અકસ્માત બાદ પુણેથી મુંબઈનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મૃતકોમાં ત્રણેય લોકો કારમાં હતા. મળતી માહિતી મુજબ, રસ્તાની બાજુમાં પાર્ક કરેલા મરઘીઓથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. આ પછી પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી. હાલમાં કારમાં સવાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા નથી.

અકસ્માત બાદ પુણેથી મુંબઈનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. મૃતકોમાં ત્રણેય લોકો કારમાં હતા. મળતી માહિતી મુજબ, રસ્તાની બાજુમાં પાર્ક કરેલા મરઘીઓથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. ત્યારબાદ પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો. આ અકસ્માતમાં બે મોટા વાહન વચ્ચે બુકડો વળી ગયેલી સ્વિફ્ટ કાર પુણેથી મુંબઈ તરફ જઇ રહ્યા હતા.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી