વિજયનગરમાં પત્રકાર સાથે ગેરવર્તન કરનાર કર્મચારી સામે પગલા ભરવાની ઉગ્ર માંગ

પત્રકાર એકતા સંગઠન દ્વારા મામાલતદારને આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં પત્રકાર સાથે ગેર વર્તન કરનાર કર્મચારી સામે પગલાં ભરવા પત્રકાર એકતા સંગઠન દ્વારા મામાલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

વિજયનગરમાં તાજેતરમાં બનેલ ઘટના પત્રકાર સાથે ગેર વર્તન કરનાર કર્મચારી સામે પગલાં ભરવા પત્રકાર એકતા સંગઠન દ્વારા મામાલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં કરવામાં આવેલ રજુઆત મુજબ વિજયનગર તાલુકાના પાલ ગામે ગત ત 20મી માર્ચ-૨૦૨૧ના રોજ દેનાબેંક શાખામાં ચોરીની ઘટના બની હતી જેની જાણ વિજયનગરમાં મીડિયાને થતાં ઘટનાના કવરેજ માટે પાલ દેના બેંકમાં ગયા હતા. જ્યાં હાજર ગાંધીનગરથી આવેલ કર્મચારીએ મીડિયા કર્મીઓને કવરેજ કરતા રોકી દેવામાં આવ્યા હતા. અને એક પત્રકાર પાસેથી આઈ કાર્ડ તેમજ મોબાઈલ છીનવી લઈ ત્યાર બાદ પત્રકારને સવાલ કરવા લાગ્યા કે અહીં ચોરી થઈ છે એવી અમને જાણ નથી તો તમને ક્યાંથી જાણ થઈ ? આવું કહી અભદ્ર અને ગેરવર્તન કરી માનહાની કરી હતી.

આ અપમાન એક પત્રકારનું નહીં પણ સમગ્ર મીડિયાનું હોઈ આ બાબતે વિજયનગર પત્રકાર એકતા સંગઠનના નેજા હેઠળ આજે વિજયનગર મામાલદાર પી.જી.ચૌહાણને આવેદન પત્ર આપીને અધિકારીને કડક હાથે શિક્ષાત્મક પગલાં લેવા માંગ ઉઠાવી છે.

 67 ,  1