વિપુલ ચૌધરીને ફટકો : હાઇકોર્ટે જામીન અરજી ફગાવી, જેલમાં રહીને જ ચૂંટણી લડવી પડશે

પોલિંગ એજન્ટ અને ઇલેક્શન એજન્ટને નીમીને પ્રચાર કાર્યવાહી કરી શકાશે

દૂધસાગર ડેરી કૌભાંડ મામલે વિપુલ ચૌધરીને હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે હંગામી જામીન આપવાનો ઇનકાર કર્યો છે. ત્યારે હવે જેલમાં જ રહીને ચૂંટણી લડવી પડશે. પોલિંગ એજન્ટ અને ઇલેક્શન એજન્ટને નીમીને પ્રચાર કાર્યવાહી કરી શકાશે.

વિપુલ ચૌધરીના વકીલે 5 જાન્યુઆરી સુધીના હંગામી જામીન માંગ્યા હતા. ચૂંટણી પ્રચાર અને ઇલેક્શનમાં ભાગ લેવા હંગામી જામીન પર મુક્ત કરવા માંગણી કરી હતી. ચૂંટણીમાં ભાગ લેતા રોકવા સરકારનો પ્રયાસ હોવાની દલીલ ચૌધરીના વકીલે કરી હતી. ચૂંટણી પતે ત્યાં સુધી જામીન આપવા રજુઆત કરી હતી. ચૂંટણી લડવી એ મારો અધિકાર છે. હું ગેરલાયક ઠરેલ ઉમેદવાર નથી. કાયદેસર રીતે ચૂંટણી લડવાની યોગ્ય તક મળવી જોઈએ. કોર્ટ કડક શરતો પર હંગામી જામીન આપે એવી રજુઆત વિપુલ ચૌધરી વતી વકીલે કરી હતી.

સરકારે હંગામી જામીન આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. વગદાર વ્યક્તિ હોવાથી મતદારો પર દબાણ કરી શકે છે. સરકારી વકીલ મિતેષ અમીને રજુઆત કરી હતી. તપાસ નાજુક તબક્કામાં છે. કોર્ટે હંગામી જામીન આપવા જોઈએ નહીં, તેમ સરકારી વકીલની રજુઆત કરી હતી.

 17 ,  1