Pics: આમિર ખાનની દીકરીએ કરાવ્યું પહેલું ફોટોશૂટ

બોલિવુડના ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ આમિર ખાનની દિકરી ઈરા ખાન સોશિયલ મીડિયા પર કોઈ સ્ટારથી પાછળ નથી. ઈરાએ બોલિવુડમાં અત્યાર સુધી પગ મુક્યો નથી, તે પહેલા તેમના ઈન્સ્ટાગ્રામ પર 78,000 ફોલોવર્સ છે.

તે લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે પણ તેમની તસવીરો તેમને ચર્ચામાં લાવી છે. ઈરાએ સોશિયલ મીડિયા પર તેમના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર શેર કરી છે.

22 વર્ષની ઈરા તે દરમિયાન રેડ બ્રાલેટ અને ડેનિમ શોટ્સમાં નજરે પડી રહી છે. તસ્વીરમાં ઈરાની દોસ્ત પણ જોવા મળી રહી છે. ઈરાની હેરસ્ટાઈલે પણ ફેન્સનું ધ્યાન દોર્યું છે.

તેણે વાળને મલ્ટિપલ બ્રેડ સ્ટાઈલ આપ્યો છે. મિનિમલ મેકઅપ તેના લુકને વધારે પરફેક્ટ બનાવે છે. થોડા સમય પહેલા ઈરાનો તેમની મિત્ર મિશાલ કૃપલાણી સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. ઈરાએ આ વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

અટલું જ નહીં ફોટોમાં તે એબ્સ ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે. સાથે જ તેણે બેલી બટન પિયર્સિંગ કરાવ્યું છે.

તસ્વીર શેર કરતા ઈરાએ લખ્યું કે, ‘કોણ છો તમે’. ઈરાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ તેની તસ્વીરને ખુબ પસંદ કરી રહ્યાં છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી