September 18, 2021
September 18, 2021

‘પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે’ BJPના સાંસદ બોલ્યા, આખા ગુજરાતમાં વેચાય છે

બે વર્ષ પછી ટીપુંય નહીં મળે, આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામના મોતીજી ઠાકોર અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો સોમવારે ચર્ચાનો વિષય બન્યો હતો, જેમાં પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો બંધ કરવા મોતીજીએ કહેતાં સાંસદે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે એવો જવાબ આપતાં રાજકારણ ફરી ગરમાયું છે.

દારૂ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઇ છે. કોંગ્રેસે આરોપ મૂક્યો છેકે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. જોકે, આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે, ગુજરાતમાં દારૂબંધી જેવુ કંઇ છે જ નહીં. રોજ કરોડોનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે.

પાટણમાં બુટલેગરો બેરોકટોક બનીને દારૂ વેચી રહ્યા છે તે અંગે એક અરજદારે સાંસદ ભરતસિંહ ડાભીને ફોન કરીને ફરિયાદ કરી હતી જેની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં અરજદારે સાંસદને એવી રજૂઆત કરી કે, બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યાં છે કે, તમારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો.

અમારે તો છેક ઉપરથી સુધી હપ્તા ચાલે છે. આ સાંભળીને સાંસદ ભડક્યા હતાં અને તેમણે અરજદારને કહ્યું કે,આખાય ગુજરાતમાં દારૂ વેચાય છે.હું કોઇનો હપ્તો લેતો નથી. બઘે બધુ ચાલે છે તે મને ખબર છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે ઓડિયો વાઇરલ અંગે જાણવા મળ્યું છે કે ઓડિયો વાઇરલ કરનાર સામે 6 જેટલા ગુના નોંધાયેલા છે. રૂ. 6 લાખના દારૂની હેરાફેરીનો ગુનો નોંધાતાં ધરપકડ પણ કરાઈ હતી.

 61 ,  1