સૌરાષ્ટ્રના પશુઓમાં પણ ફેલાઈ વાયરલ બીમારી

ગાયોમાં લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગના લક્ષણો જોવા મળતા ખળભળાટ

રાજ્યમાં એકબાજુ કોરોના વાયરસના નવા ખતરનાક વેરિયન્ટની દહેશતથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યાં તેવામાં કેરળમાં કહેર વરસાવનાર પશુઓના લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગે સૌરાષ્ટ્રમાં દેખા દીધી છે, પરંતુ જિલ્લાનું પશુપાલન ખાતુ રોગને વાયરલ રોગ ગણાવી રહ્યો છે. સુરેન્દ્રનગરથી ગાયોમાં એક ભયંકર રોગ ફાટી નીકળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગાયોમાં લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગના લક્ષણો જોવા મળતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. જિલ્લામાં રોગ આવ્યાને 1 મહિનામાં મોટી સંખ્યામાં ગાયો સંક્રમિત થઈ છે. હાલ સુરેન્દ્રનગરની એક પણ પશુ દવાખાનાઓમાં પશુ ડોક્ટર નથી. જિલ્લાના પશુ પાલકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે અહીં એક પછી ગાયમાં આ રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમા ધ્રાંગધ્રા અને પાટડીમાં પશુઓમાં નવા કેસ જોવા મળ્યા છે. જેને લઈને પશુપાલન વિભાગ દ્વારા પણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજકોટ બેડી ગામમાંથી પણ આ રોગના સેમ્પલ લેવામાં આવ્યા છે.

15 રાજ્યોમાં વાયરલ ડિસિઝના રોગ જોવા મળ્યા
જાણીને આપને નવાઈ લાગશે કે માત્ર ધ્રાંગધ્રા અને પાટડી નહી પરંતુ ભારતના કુલ 15 રાજ્યોમાં આ વાયરલ ડિસીઝ રોગ પશુઓમાં જોવા મળ્યો છે. જેને લમ્પી સ્કીન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગને લઈને પશુપાલન વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. સાથેજ પશુંપાલકો પણ ચિંતામાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આવીજ રીતે પશું પક્ષીઓમાંથી સ્વાઈન ફ્લુ અને બર્ડ ફ્લૂ જેવા રોગો ફેલાયા છે. ત્યારે વધુમાં ફરી પશુઓમાં જે વાયરલ ડિસીઝ જોવા મળી રહ્યો છે. જે એક ચિંતાનો વિષય બન્યો

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી