પાણીપુરી ખાતા ચેતજો…! ફોટો જોઇને ઉડી જશે હોશ

સોશિયલ મીડિયામાં ફોટો થયો વાયરલ

પકોડી ખાવાના શોખીન લોકો તો ઘેલા બનીને પકોડીને આરોગતા હોય છે. પરંતુ પકોડી ખાવાના શોખીનો ચેતી જજો. સોશિયલ મીડિયામાં હાલ એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પકોડીની અંદર એક એવી વસ્તુ જોવા મળી છે, જેને જોતાં તમારા હોશ ઉડી જશે. વાયરલ ફોટોમાં પકોડીની અંદર કીડો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ ફોટો ખુબ જ વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. પાણીપુરી ખાતી વખતે હાઇઝીનને નજરઅંદાજ કરવું સૌથી મોટી ભૂલ હોય છે. 

સાંજે જ્યારે પણ તમે માર્કેટમાં નિકળો છો તો પાણીપુરીની લારી તમને જરૂર જોવા મળશે. પાણીપુરીના શોખ પોતાના જીભ ચટાકા પર કાબૂ રાખી શકતા નથી અને ફાટાફટ તે લારી પર ખાવા માટે પહોંચી જાય છે. જોકે આપણે ઘણીવાર પાણીપુરીના સ્વાદથી સંતુષ્ટ થતા નથી, પરંતુ તેમછતાં મન રાખીને ખાઇ લઇએ છીએ. હવે જ્યારે બીજીવાર તમે પાણીપુરી ખાવા જાવ તો કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખજો, કારણ કે લોકો પાણીપુરી ખાતી વખતે હાઇજીન જેવી વસ્તુઓ જોતા નથી. 

આ વાત બિલકુલ સ્પષ્ટ છે કે પાણીપુરી ખાતી વખતે હાઇજીનનું ધ્યાન રાખવું એકદમ જરૂરી છે. તેને તમારે ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુખાવો જેવી સમસ્યા થઇ શકે છે. જોકે આ ફોટા પર ઇન્ટરનેટ યૂઝર વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં ધ્યાન રાખવું પડશે કે પાણીપુરી ખાતા પહેલાં તેની અંદર જરૂર જોઇ લો, ક્યાંક કોઇ કીડો તો ફરી નથી રહ્યો ને. 

 70 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી